રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક ધરાશાયી થઇ ગઈ, જેના કારણે વર્ગમાં હાજર લગભગ 60 બાળકોમાંથી 25 બાળકો નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં ચાર બાળકોએ જીવ ગુમાવ્યો છે અને 17થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઇને સ્થાનિક લોકો તરત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઝાલાવાડ જિલ્લા પોલીસએ જણાવ્યું છે કે 10 ઘાયલ બાળકોની સારવાર ઝાલાવાડના હોસ્પિટલમાં ચાલી રહી છે જેમાંથી કેટલીકની હાલત ગંભીર છે. શિક્ષકો અને સ્થાનિક લોકોની મદદથી ઘણાં બાળકોને સુકક્ષીત કરાયા છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ દુર્ઘટના માટે ચિંતા વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તોની તાત્કાલિક સાજા થવા માટે પ્રાર્થના કરી. રાજ્યના શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું કે આ દુઃખદ ઘટના વધુ તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમીશન બનાવાશે અને તમામ ઘાયલ બાળકોને સરકારી ખર્ચે સમુચિત સારવાર આપવામાં આવશે.
આ દુર્ઘટનાથી શાળા ઈમારતની સુરક્ષા અને બાંધકામ માપદંડો અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને ગંભીર તપાસ જરૂરી છે.









