ગુજરાત કોંગ્રેસમાં નવી ઉર્જા ફુંકવાનું હાઇકમાન્ડે નક્કી કર્યું છે. શક્તિસિંહ ગોહિલ બાદ હવે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ અમિત ચાવડાના હસ્તે આવ્યું છે. તેમણે પદગ્રહણ સમયે જ સ્પષ્ટ સંદેશો આપતા કહી દીધું કે “જેને સરકારે વિરુદ્ધ લડવા ડર લાગે છે, તેમણે ખુશીથી રજા લઈ લેવી જોઈએ.”
- 2028 માં જીતનું લક્ષ્ય:
અમિત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિપક્ષ તરીકે અસરકારક ભૂમિકા ભજવીશું તો 2028માં ગુજરાતની જનતા ગાંધીનગરના સિંહાસને જરૂર બેસાડશે - જમીની મુદ્દાઓ પર લક્ષ :
જમીન માપણી, મનરેગા કૌભાંડ, પશુપાલન સમસ્યાઓ, બેરોજગારી, આદિવાસી હકો અને બજેટ ફાળવણી જેવા મુદ્દાઓ કોંગ્રેસ મુખ્યત્વે ઉઠાવશે. - કોંગ્રેસ નેતાઓના સંદેશાઓ:
- ગેનીબેન ઠાકોર: સંગઠનમાં શિસ્ત અને કડકાઈ જરૂરી છે. કોંગ્રેસને વિનમ્રતા સાથે મજબુત બનાવવાની જરૂરત.
- પરેશ ધાનાણી: હવે સહકાર જોઈએ, સલાહ નહિ.
- તુષાર ચૌધરી: કોંગ્રેસના 12 ધારાસભ્ય 170 ભાજપ ધારાસભ્યો સામે લોકહિતના પ્રશ્નો માટે લડવા તૈયાર.
- મુકલ વાસનિક: હાર માટે માત્ર પ્રમુખ નહિ, સમગ્ર સંગઠન જવાબદાર છે; સંબંધિત તંત્ર વધુ જવાબદારીપૂર્વક કામ કરે.
- ચૂંટણીને લઈ સંકલ્પ:
સ્થાનિક સ્વરાજ્યની આવી રહેલી ચૂંટણીઝને ધ્યાનમાં રાખી સંગઠન મજબૂત કરીને કામગીરી શરૂ કરવાની ફરજ છે. કોંગ્રેસના દરેક કાર્યકરે 12 બેઠકોમાંથી 121 સુધી પહોંચવાનો લક્ષ્ય રાખવો પડશે.
હવે જોવાનું એ રહેલું છે કે, અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના રાજકારણમાં કેટલી અસરકારક બનાવી શકે છે.









