સુરત શહેરમાં શ્રાવણ માસની શરૂઆત સાથે પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ગળ્યો કસ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર જુગારધામો પર એકસાથે દરોડા પાડી, ક્રાઇમબ્રાંચે કુલ ૭૩ ઈસમોને પકડી પાડ્યા છે અને તેમની પાસેથી રોકડ, મોબાઈલ ફોન, વાહનો અને જુગાર રમવાના સાધનો મળીને કુલ રૂ. ૨૫,૦૧,૧૮૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે
આ દરોડાઓ સલાબતપુરા, ઉમરવાડા અને લાલવાડી સહિત ચાર જુદી જુદી જગ્યાઓ પર યોજાયા હતા. જુગારધામોનો સંચાલન કરતી અસલમ કચ્છી, અકબર ઉર્ફે કેકડા, યુસુફ પાસા અને ફીરોજ મીન્ડીસ સહિતના ૧૫ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પ્રથમ દરોડો અકબર સઇદનો ટેકરો, સલાબતપુરા પાસે પડ્યો હતો. અહી જુગાર રમતા ૨૫ જેટલા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા અને રૂ. ૩.૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.
બીજો દરોડો ઉમરવાડા EWS આવાસ પાસે પાસે પડ્યો હતો. અહી ૧૨ આરોપી ઝડપાયા અને રૂ. ૩.૯૦ લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો. દાયકાઓથી ખુલ્લા વિસ્તારમાં ચાલુ જુગારધામની માહિતી ગુપ્તચરો દ્વારા મળતાં આ કાર્યવાહી કરવામાં આવી.
ત્રીજો દરોડો લાલવાડી બેલહા એસ્ટેટ, ત્રીજો માળે પડ્યો હતો. અહીં ૮ ઇસમો ઝડપાયા અને રૂ. ૬૯ હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે થયો.
ચોથો દરોડો નવાબની ચાલ, લાલવાડીમાં પડ્યો હતો. અહીંથી કુલ ૨૮ ઈસમોની ધરપકડ થઈ હતી અને વધુમાં વધુ રૂપિયા ૧૭ લાખથી વધુના મુદ્દામાલ સહિત ૮ જેટલા વાહનો કબ્જે કરાયા.










