મુંબઈના લોકલ ટ્રેન્સમાં 2006માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.19 વર્ષ બાદ તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મુકવાનો હુકમ કર્યો છે.
કેસનો ઘટના ક્રમ
- 11 જુલાઈ 2006ના રોજ મુંબઈમાં સાંજે 6:24થી 6:35 વાગ્યાની વચ્ચે એક પછી એક સાત વિસ્ફોટ થયા.
- 189 લોકોના મૃત્યુ: આ હુમલામાં 189 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો અને 800થી વધુ ઘાયલ થયા.
- 2015નો ચુકાદો: MCOCA (Maharashtra Control of Organised Crime Act) કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી 5ને ફાંસી અને 7ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

હાઈકોર્ટના દલીલો અને મહત્વનાં મુદ્દા
- ચુકાદાપત્રમાં હાઈકોર્ટે જણાવ્યું કે, પ્રોસિક્યુશન આરોપીઓને દોષીત પુરવાર કરવા માટે પૂરતા અને વિશ્વસનીય પુરાવા આપી શક્યું નથી.
- અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા નિવેદનો અને ઓળખ પરેડ પર ગંભીર સવાલ ઊભા થયા.
- કેટલાક પુરાવા અને ક્લેમ્ડ કન્ફેશન નિર્દોષો ઉપર તોડપાડ અને દબાણ હેઠળ લેવાયા હોવાનો ખુલાસો થયો.
- ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા આરોપીને દોષિત ઠેરવવા માટે નિર્ણાયક નથી – હાઈકોર્ટે









