જગદીપ ધનખરે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું છે. જગદીપ ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધીનો હતો. 2022માં, જગદીપ ધનખડે 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. 6 ઓગસ્ટ 2022ના રોજ યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં, ધનખડે વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવ્યા. ધનખડને કુલ 725માંથી 528 મત મળ્યા, જ્યારે આલ્વાને 182 મત મળ્યા.

રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે – “સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને અને તબીબી સલાહનું પાલન કરીને, હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.” સાથે જ તેમણે પત્રમાં રાષ્ટ્રપતિનો તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો બદલ આભાર માન્યો. તેમણે વડાપ્રધાન અને મંત્રીમંડળનો પણ તેમના સહયોગ બદલ આભાર માન્યો.
વિપક્ષે ઉઠાવ્યા સવાલો
ધનખર પહેલા ઉપરાષ્ટ્રપતિ છે જેમણે સત્રની વચ્ચે પદ પરથી રાજીનામું આપ્યું છે. વિપક્ષ જગદીશ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી અચાનક રાજીનામા પર સવાલ ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પોસ્ટમાં કહ્યું- આ અણધાર્યા રાજીનામામાં દેખીતી વાત કરતાં ઘણું બધું છે. પીએમ મોદીએ ધનખડને પોતાનો વિચાર બદલવા માટે મનાવવા જોઈએ. આ રાષ્ટ્રીય હિતમાં રહેશે. ખાસ કરીને ખેડૂત સમુદાયને ઘણી રાહત મળશે.
શિવસેના (UBT)ના નેતા આનંદ દુબેએ કહ્યું- ચોમાસુ સત્રનો પહેલો દિવસ હતો અને તે જ દિવસે તેમનું રાજીનામું આશ્ચર્યજનક છે. આ સરકારમાં શું ચાલી રહ્યું છે? જો સ્વાસ્થ્ય ચિંતાનો વિષય હોત, તો રાજીનામું સત્રના થોડા દિવસ પહેલા અથવા પછી આપી શકાયું હોત.
સીપીઆઈ સાંસદ પી. સંધોષ કુમારે કહ્યું- આ ઘટનાક્રમ સંપૂર્ણપણે અણધાર્યો છે અને તેની પાછળના કારણો શું છે તે અમને ખબર નથી. મને નથી લાગતું કે ભારતના રાષ્ટ્રપતિ તેને સ્વીકારશે.
જયરામ રમેશે કહ્યું- આજે (21 જુલાઈ) સાંજે લગભગ 5 વાગ્યા સુધી હું તેમની સાથે ઘણા અન્ય સાંસદો સાથે હતો. મેં સાંજે 7.30 વાગ્યે તેમની સાથે ફોન પર વાત કરી. એ સ્પષ્ટ છે કે તેમના રાજીનામા પાછળ દેખીતી વાત કરતાં કંઈક વિશેષ છે. જોકે, આ અટકળોનો સમય નથી
રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ધનખડને દેશભક્ત ગણાવ્યા. તેમણે કહ્યું- ધનખડે પોતાના રાજીનામા પાછળ સ્વાસ્થ્ય કારણો આપ્યા છે, તેથી તેને સ્વીકારીને આગળ વધારવું જોઈએ. આ અંગે વધુ ચર્ચા થવી જોઈએ નહીં.










