રાજસ્થાનના અલવરથી અડીને આવેલા ખૈરથલ તિજારા જિલ્લાના મુંડાવરના સરાય કલા ગામમાં બાળક લોકેશની હત્યા થઈ હતી. આ બાળકની હત્યા બલિ આપવા માટે કરાઈ હતી. આ નરબલિ તેના સગા કાકાએ જ તાંત્રિકના કહેવા પર આપી હતી. કાકાએ ભત્રીજાની બલિ આપીને પોતાની પત્નીને વશમાં કરવાની હતી.
પોલીસે હત્યાનો પર્દાફાશ કરતા આરોપી કાકા અને તેના તાંત્રિક સાથીની ધરપકડ કરી લીધી છે. આરોપી કાકાએ ભત્રીજાની હત્યા કર્યા બાદ લગભગ 30 ઈંજેક્શનથી તેના શરીરમાંથી લોહી કાઢવાનું હતું. તે તાંત્રિકના કહેવા પર તેનું કાળજું પણ કાઢવાનો હતો, પણ આવું કરે પહેલા તો ભાંડો ફુટી ગયો અને તેઓ પકડાઈ ગયા.

6 વર્ષનો લોકેશ 19 જૂલાઈથી ગુમ હતો. તેના પિતા બિન્ટુએ તેની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. તે જ રાતે 8 વાગ્યે એક બંધ મકાનમાં બાળક લોકેશની લાશ મળી હતી. આ મામલામાં બીજા દિવસે અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો મામલો નોંધાયો હતો. પોલીસે આરોપીની ઓળખ માટે ગુપ્તચરોને કામે લગાવ્યા. આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ખંગાળ્યા. ત્યાર બાદ શંકાના આધાર પર આ કેસમાં 21 જૂલાઈના રોજ લોકેશના સગા કાકા આરોપી મનોજ કુમાર પ્રજાપતિને પકડી તેમની સાથે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. જે બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો. અને તાંત્રિક વિધિ કરાઇ હોવાનું સામે આવ્યું.

જેમાં તાંત્રિક સુનીલે જણાવ્યું કે, મૃતક લોકેશના શરીરમાંથી લોહી કાઢવા માટે અનેક જગ્યાએ ઈંજેક્શનથી લોહી ખેંચી લીધું. પછી ભત્રીજાની લાશના ટુકડા કરી રુમમાં છુપાવી દીધા, જેથી સમય મળતા તેના શરીરમાંથી કાળજું તથા બીજું લોહી કાઢી તાંત્રિકને આપી શકે

પણ આ દરમ્યાન જેવું બાળક ગુમ થવાની ફરિયાદ નોંધાઈ તો મનોજ પણ પરિવાર સાથે બાળકને શોધવામાં લાગી ગયો. હત્યાની આખી કહાની સ્પષ્ટ થયા બાદ પોલીસે મનોજની ધરપકડ કરી લીધી. પછી તેના સાથી તાંત્રિકને પણ દબોચી લીધો. પોલીસે તેમની પકડ્યા બાદ આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા ઈંજેક્શન પણ જપ્ત કરી લીધા.









