હવામાન વિભાગ દ્વારા 16 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. ત્યારે ગતરાતથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાંતીવાડામાં સવા 6 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ આજે વહેલી સવારથી પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. જેને પગલે વાહન ચાલકોને હાલાકી પડી હતી.
અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભમોદ્રા ગામ આસપાસ ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ હતી. તેમાં મિની ટ્રેક્ટર તણાયું હતું. જેનું રેસ્ક્યૂ કરાયું હતું.જ્યારે રાજકોટમાં વરસાદ વરસ્યો છે.






