ગાઝામાં પાણી ભરતાં બાળકો પર ઈઝરાયલનો હવાઈ હુમલો, અનેકના મોત. ઈઝરાયલે આપી પ્રતિક્રિયાઓ

જળસંકટ વચ્ચે રવિવારે ગાઝા પટ્ટીમાં એક શરણાર્થી શિબિર પર #ઇઝરાયલ દ્વારા હુમલા કરવમાં આવ્યો હતો. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના બાળકો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ઇઝરાયલી સેનાએ આ હુમલાને માનવીય દુર્ઘટના ગણાવતા સ્પષ્ટતા કરી હતી કે, ‘આ ટેકનિકલ ખામીને કારણે થયું છે, અમારૂ લક્ષ્ય બીજે ક્યાંક હતું. અમે આ જાણી જોઈને કર્યું નથી.’ 

અનેકના મોત, ઇઝરાયલે કહ્યું – ભૂલ થઈ ગઈ!

રવિવારે સેનાએ જણાવ્યું હતું કે, ‘આ હુમલો પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ કાર્યકર્તા પર કરવામાં આવ્યો હતો, પરંતુ ગોળાબારીમાં ટેકનિકલ ખામીને કારણે હુમલો નિર્ધારિત લક્ષ્યથી ડઝનેક મીટર દૂર થયો હતો. IDF નિર્દોષ નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરે છે.’

અત્યાર સુધી 58,000 લોકોના મોતઔ

ગાઝાના આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ‘ઑક્ટોબર 2023માં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી 58,000થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 139 લોકોના મોત થયા છે. 

ઇઝરાયલી પીએમએ મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી

યુદ્ધવિરામ અને બંધક કરાર અંગે ગાઝામાં ચાલી રહેલી પરોક્ષ વાટાઘાટોમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે મોડી રાત્રે દોહામાં ચાલી રહેલી વાટાઘાટોમાં નવા વિકાસની ચર્ચા કરવા માટે મંત્રીઓની બેઠક બોલાવી હતી.

ગયા અઠવાડિયે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત 60 દિવસના યુદ્ધવિરામ અંગે થોડી આશા હતી, પરંતુ હવે બંને પક્ષો એકબીજા પર હઠીલા વલણ અપનાવવાનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે યુદ્ધવિરામની શક્યતા ઘટી ગઈ છે.

Related Posts

રશિયામાં વિમાન ગુમ થવાની ઘટના: 50 મુસાફરો સાથે AN-24 લાપતા

રશિયાનું એક પેસેન્જર વિમાન, જેમાં લગભગ 50 મુસાફરો તથા ક્રૂ સભ્યો સવાર હતા, આ વિમાન ગુમ થયાં હોવાની ઘટના સામે આવી છે. આ વિમાન AN-24 મોડેલનું છે અને તે સાયબેરિયાની…

Read more

કોલ્ડપ્લે કોન્સર્ટે ખોલી પોલ ! કંપનીના CEOનું HR સાથે ઈલુ ઈલુ ; વિડિયો વાયરલ થતાં હડકંપ

અમેરિકાના બોસ્ટન ખાતે કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાયો હતો. અને આ કોન્સર્ટનો એક વિડીયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ટેક કંપની  એસ્ટ્રોનોમરના CEO એન્ડી બાયરન અને તેમની કંપનીના HR…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *