આજે ક્યાં વરસાદ ભૂકા બોલાવશે.. જૂઓ હવામાન વિભાગ, અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગે આપી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધીરે ધીરે તાપમાન ઊંચુ જઈ રહ્યું છે. વરસાદની તીવ્રતા ઘટી છે તો બીજી બાજુ બફારાનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં વરસાદની સિસ્ટમની સ્થિતિ સમજીએ તો, ભારતમાં બે મજબૂત સિસ્ટમો બનેલી છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ઝારખંડ અને તેની આસપાસના વિસ્તારોમાં એક ડિપ્રેશન બન્યું હતું જે આગળ વધતાની સાથે હવે થોડું નબળું પડ્યું છે. આ સિસ્ટમ ઉત્તર પ્રદેશની દિશામાં આગળ વધવાની શક્યતા છે. જેની અસર ગુજરાતને થવાની શક્યતા નહીંવત છે.

મજબૂત સિસ્ટમ સક્રિય

આ ઉપરાંત રાજસ્થાન પર એક મજબૂત સિસ્ટમ બનેલી છે. આ સિસ્ટમ આગળ વધાની સાથે જ તે વધારે મજબૂત બનીને હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. આ સિસ્ટમને કારણે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી આગાહી નથી. આજથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગે આપી છે.

વરસાદનું જોર વધશે

હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મોડલો પ્રમાણે, રાજ્યમાં ફરીથી 23 જુલાઈની આસપાસ વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે. એ સમયે ફરીથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. હાલ ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદનું જોર ઘટી જશે. આ સાથે વરાપ નીકળશે જે ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થશે. રાજ્યમાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે.

હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, ગુજરાતમાં આગામી 21મી જુલાઈ સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 16મી જુલાઈથી 21મી જુલાઈ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગે જણાવ્યું છે કે, 16 જુલાઈ સુધીમાં બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ફરીથી ભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉ.ગુજરાત, દ.સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 26થી 30 જુલાઈ ફરી વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે. 24થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે

Related Posts

ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સિટી પ્લસ સિનેમા સામે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતી GJ-18-EE-7887 નંબરની કારએ લગભગ ચાર લોકોને ઝપેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં…

Read more

પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી, ‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’

ગુજરાત કોંગ્રેસમાં નવી ઉર્જા ફુંકવાનું હાઇકમાન્ડે નક્કી કર્યું છે. શક્તિસિંહ ગોહિલ બાદ હવે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ અમિત ચાવડાના હસ્તે આવ્યું છે. તેમણે પદગ્રહણ સમયે જ સ્પષ્ટ સંદેશો આપતા   કહી દીધું…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *