ત્રણવરસાદી સિસ્ટમસક્રિય : ત્રણજિલ્લામાંયલોએલર્ટ, ભારે વરસાદની આગાહી; 24 કલાકમાં 122 તાલુકામાંવરસાદ

ફરીથી મેઘરાજા સટાસટી

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને મહિનો પુરો થયો છે. ત્યારે આટલામાં મેઘરાજાએ આખા ગુજરાતને ઘમરોળી નાખ્યું છે. શરૂઆતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ વચ્ચે થોડો વિરામ લીધો અને છેલ્લા બે દિવસથી ફરીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 50 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

ત્રણ જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 15 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવાર સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પાણટના સરસ્વતીમાં 2.8, નર્મદાના ડેડીયાપાડામાં 2.6, વલસાડના કપરાડામાં 2.4, સુરતના ઉમરપાડામાં 2.2 અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જ્યારે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિસ્ટમ્સના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે.

Related Posts

ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સિટી પ્લસ સિનેમા સામે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતી GJ-18-EE-7887 નંબરની કારએ લગભગ ચાર લોકોને ઝપેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં…

Read more

પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી, ‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’

ગુજરાત કોંગ્રેસમાં નવી ઉર્જા ફુંકવાનું હાઇકમાન્ડે નક્કી કર્યું છે. શક્તિસિંહ ગોહિલ બાદ હવે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ અમિત ચાવડાના હસ્તે આવ્યું છે. તેમણે પદગ્રહણ સમયે જ સ્પષ્ટ સંદેશો આપતા   કહી દીધું…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *