મહારાષ્ટ્રના પરભણીથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મંગળવારે, પરભણીમાં ચાલતી સ્લીપર કોચ બસમાં 19 વર્ષીય મહિલાએ એક બાળકને જન્મ આપ્યો. ચાલતી બસમાંથી જ તેણે અને તેના પતિએ નવજાત શિશુને બારીમાંથી ફેંકી દીધું, જેના કારણે બાળકીનું મોત નીપજ્યું. જોકે હજુ આ યુવાન અને યુવતી બંને દંપતી હોવાની શંકા છે, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે
બસમાંથી કપડામાં લપેટેલી વસ્તુ ફેંકવામાં આવી
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવારે સવારે 6.30 વાગ્યાની આસપાસ પાથરી-સેલુ રોડ પર બની હતી. એક નાગરિકે જણાવ્યું હતું કે, બસમાંથી કપડામાં લપેટેલી વસ્તુ ફેંકવામાં આવી હતી.
બાળકને જન્મ આપી ફેંકી દીધું
તેમણે જણાવ્યું હતું કે, રીતિકા ધેરે નામની મહિલા સંત પ્રયાગ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં અલ્તાફ શેખ સાથે પુણેથી પરભણી જઈ રહી હતી. આ લોકો પતિપત્ની હોવાનો દાવો કરી રહ્યા છે. મુસાફરી દરમિયાન, સ્લીપર બસમાં જ ગર્ભવતી મહિલાને પ્રસૂતિ પીડા થવા લાગી અને તેણે બાળકને જન્મ આપ્યો. જોકે, દંપતીએ બાળકને કપડામાં લપેટીને બસની બહાર ફેંકી દીધું






