Air India Ahmedabad Crash :
12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનના બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક ચોકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો.

બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, ‘તમે ફ્યૂઅલ સ્વિચને ‘કટઓફ’ કેમ કરી?’ આ પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો હતો, તે ગભરાઈ ગયો હતો.. જ્યારે બીજી તરફ કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા.
ભારતે પાઇલટ્સની વાતચીત પણ જાહેર કરી હતી
5 દિવસ અગાઉ AAIB એ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે ફ્યુઅલ સ્વીચ અચાનક ‘RUN’ થી ‘CUTOFF’ સ્થિતિમાં જતી રહી હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા.

જોકે, રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફ્યૂઅલ સ્વિચ કેવી રીતે બંધ થઈ ગઈ. AAIBના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કોકપિટ વોઇસ રેકોર્ડર પર એક પાઇલટ બીજા પાઇલટને પૂછી રહ્યો છે કે તેણે ફ્યૂઅલ સ્વિચ બંધ કેમ કરી? જેના જવાબમાં પાઈલટ કહે છે- મેં બંધ નથી કરી.
FIP એ સમગ્ર મામલે વાંધો ઉઠાવ્યો
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની શરૂઆતની તપાસ રિપોર્ટને લઈને પાઇલટના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ(FIP)એ આ મામલે વાંધો ઉઠાવ્યો છે. અને કહ્યું કે સંપૂર્ણ અને પારદર્શક તપાસ વિના પાઇલટ્સને દોષી ઠેરવવા ઉતાવળ અને બેજવાબદારીભર્યું છે.
-
ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત
-
રશિયામાં વિમાન ગુમ થવાની ઘટના: 50 મુસાફરો સાથે AN-24 લાપતા
-
રિલાયન્સ ગ્રૂપનાં અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળોએ ઈડીના દરોડા: યસ બેન્ક લોન ફ્રોડ કેસ
-
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી: બોમ્બે હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો
-
પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી, ‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’
-
ભત્રીજાની નરબલી આપી, 30 ઇન્જેક્શન થી લોહી કાઢ્યું, કાળજું કાઢવા જતા પકડાયા
-
સુરતમાં જુગારધામ પર ક્રાઈમ બ્રાંચના દરોડો: 73 ઈસમ ઝડપાયા,15 વોન્ટેડ જાહેર
-
મહારાષ્ટ્રમાં ગ્રીષ્માં કાંડ જેવા દ્રશ્યો! : સગીરાના ગળે છરી મુકીને ધમકી
-
ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ: આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી






