જાણીતા પેરાનોર્મલ ઈન્વેસ્ટીગેટર ડેન રિવેરાનું મોત નિપજ્યું છે. રિવેરા 54 વર્ષના હતા. ડેન રિવેરા અનુભવી પેરાનોર્મલ ઈનવેસ્ટીગેટર અને ન્યુ ઈંગ્લેન્ડ સોસાયટી ફોર સાઈજીક રિસર્ચના સિનીયર લીડ ઈનવેસ્ટીગેટર હતા.
તેઓ અમેરિકાની સેનામાં સેવા આપી ચૂક્યા છે અને 10 વર્ષોથી વધુ સમય સુધી ભુત-પ્રેત અને અલૌકિક ઘટનાઓની તપાસમાં સક્રિય હતા.
ડેન રિવેરા ટ્રાવેલ ચેનલ મોસ્ટ હોન્ટેડ પ્લેસેસમાં એક પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટરના રુપમાં જોવા મળ્યા હતા અને નેટફ્લિક્સના 28 ડેઝ હોન્ટેડ સહિત ઘણા અન્ય શોના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. બાળપણથી જ રિવેરાને ભૂત-પ્રેત અલૌકિક ઘટનાઓ વિશે જઆણવાનો ખૂબ શોખ હતો.
તેના આ શોખને કારણે જ તેમણે જાણીતા અને અનુભવી પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટરના રુપમાં પોતાની ઓળખ બનાવી.

એનાબેલ ડૉલ’ને હોરર ડોલ એટલે કે ભૂતિયા ઢીંગલી પણ કહેવામાં આવે છે. “ધ કોન્ફ્યુરિંગ” ફિલ્મ શ્રેણીમાં આ ઢીંગલી દર્શાવવામાં આવી છે. જે આ ફિલ્મથી પ્રખ્યાત બની છે. આ ઢીંગલી પેરાનોર્મલ તપાસકર્તાઓ એડ અને લોરેન વોરેનના ગુપ્ત સંગ્રહાલયમાં રાખવામાં આવી છે અને તેની હરકતો અને કિસ્સા સાંભળ્યા બાદ તેને ભૂતિયા ઢીંગલી તરીકે ઓળખવામાં આવે છે. ‘એનાબેલ ડૉલ’ની કહાની વર્ષ 1970માં શરુ થઇ હતી.
વર્ષ 1970માં ડોના નામની વિદ્યાર્થી નર્સને તેની માતાએ જન્મદિવસની ભેટ સ્વરૂપે આ ઢીંગલી આપી હતી. ડોના અને તેના રૂમમેટ એનજીએ ઢીંગલી સાથે કેટલીક વિચિત્ર ઘટનાઓ જોવાનું શરૂ કર્યું હતુ. જેમ કે ઢીંગલીનું સ્થાન બદલવું, રૂમમાં ફરવું અને પત્ર પર નોંધ છોડવી. વગેરે જેવી ઘટનાઓ ડર પેદા કરી રહી હતી. વોરેનના મતે, ઢીંગલી સાથે વિચિત્ર વર્તન અને કેટલાક મનોવિજ્ઞાનીઓના દાવાઓ જોયા પછી, તેણે માન્યું કે ઢીંગલી કોઈ શૈતાની આત્માનો પડછાયો છે.
મળતી માહિતી પ્રમાણે જે સમયે ડેનનું મૃત્યુ થયુ ત્યારે એનાબેલ ડોલ હોટલમાં હતી નહીં. તેને સુરક્ષિત સ્થળ પર રાખવામાં આવી હતી. ઓટોપ્સીનું રિઝલ્ટ હજી સુધી આવ્યું નથી.






