બેંગ્લુરૂમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની જીતની ઉજવણી દરમિયાન મચેલી નાસભાગના કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સમગ્ર ઘટના માટે વિરાટ કોહલીને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે, સાથે જ અનેક પ્રકારની ગંભીર બેદરકારી થઈ હોવાનો પણ ઉલ્લેખ છે.
જણાવી દઈએ કે આઈપીએલ 2025માં આરસીબીની જીતની ઉજવણી કરવા બેંગ્લુરૂમાં 4 જૂનના રોજ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાસભાગ મચતાં 11 લોકોના મોત નીપજ્યા હતાં. આ દુર્ઘટનાનો રિપોર્ટ કર્ણાટક સરકાર દ્વાર રજૂ કરવામાં આવ્યો છે અને જેમાં કર્ણાટક સરકારે દર્શાવ્યું છે કે, વિરાટ કોહલીએ વીડિયોમાં પોતાના ચાહકોને ફ્રીમાં વિક્ટરી પરેડમાં જોડાવા અપીલ કરી હતી. જેના લીધે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. નાસભાગ માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે આરસીબીને જવાબદાર ઠેરવી હતી. આરસીબીએ પોલીસની મંજૂરી વિના જ સોશિયલ મીડિયા પર અચાનક વિક્ટરી પરેડની જાહેરાત કરી દીધી હતી. જેથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.
ગંભીર બેદરકારી થયાનો રિપોર્ટ
કર્ણાટક સરકાર દ્વારા બેંગ્લુરૂમાં થયેલી નાસભાગ મુદ્દે રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં અનેક ગંભીર બેદરકારી અને ગેરવહીવટ થયો હોવાનું જણાવ્યું છે. મંજૂરી વિના જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજક ડીએનએ એ 3 જૂનના રોજ પોલીસને આ કાર્યક્રમની માત્ર સૂચના આપી હતી. પરંતુ 2009ના આદેશ અનુસાર તેમણે અનિવાર્ય કોઈ મંજૂરી લીધી ન હતી. જેથી પોલીસે તેમને મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો.
મંજૂરી ન હોવા છતાં પ્રચાર
બેંગ્લુરૂ પોલીસે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખતાં વિક્ટરી પરેડને મંજૂરી આપી ન હતી, તેમ છતાં આરસીબીએ સોશિયલ મીડિયા જાહેરમાં ઈવેન્ટનો પ્રચાર કર્યો. વિરાટ કોહલીએ પોતાના ચાહકોને મફતમાં વિક્ટરી પરેડમાં જોડાવા અપીલ કરી હતી.
બેંગ્લુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીના સન્માન સમારોહમાં પણ મફત એન્ટ્રીના કારણે ત્રણ લાખથી વધુ સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. જેનાથી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ હતી. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ બપોરે 3.14 વાગ્યે આયોજકે અચાનક જાહેરાત કરી હતી કે, સ્ટેડિયમમાં એન્ટ્રી માટે પાસ જરૂરી રહેશે. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આરસીબી, ડીએનએ, અને કેએસસીએ (કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન) વચ્ચે સમન્વયની ઉણપ જોવા મળી હતી. એન્ટ્રી ગેટ શરૂ કરવામાં વિલંબ અને અવ્યવસ્થાના કારણે નાસભાગ મચી હતી. જેમાં સાત પોલીસ કર્મી ઘવાયા હતા.
-

ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત
-

રશિયામાં વિમાન ગુમ થવાની ઘટના: 50 મુસાફરો સાથે AN-24 લાપતા
-

રિલાયન્સ ગ્રૂપનાં અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળોએ ઈડીના દરોડા: યસ બેન્ક લોન ફ્રોડ કેસ
-

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી: બોમ્બે હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો
-

પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી, ‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’
-

ભત્રીજાની નરબલી આપી, 30 ઇન્જેક્શન થી લોહી કાઢ્યું, કાળજું કાઢવા જતા પકડાયા
-

સુરતમાં જુગારધામ પર ક્રાઈમ બ્રાંચના દરોડો: 73 ઈસમ ઝડપાયા,15 વોન્ટેડ જાહેર
-

મહારાષ્ટ્રમાં ગ્રીષ્માં કાંડ જેવા દ્રશ્યો! : સગીરાના ગળે છરી મુકીને ધમકી
-

ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ: આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી

બે વર્ષમાં ગુજરાતમાં વીજ ચોરીના કેસોમાં ઉછાળો: રૂ.1 હજાર કરોડ વસુલી બાકી, દોઢ લાખથી વધુ ગ્રાહકો સામે ગુના, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ
-

ગુજરાતમાં મેઘમહેર : 24 કલાકમાં 132 તાલુકામા વરસાદ, આગામી 7 દિવસ ભારે વરસાદ