Air India Ahmedabad Crash :
12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનના બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક ચોકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો.

બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, ‘તમે ફ્યૂઅલ સ્વિચને ‘કટઓફ’ કેમ કરી?’ આ પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો હતો, તે ગભરાઈ ગયો હતો.. જ્યારે બીજી તરફ કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા.
ભારતે પાઇલટ્સની વાતચીત પણ જાહેર કરી હતી
5 દિવસ અગાઉ AAIB એ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે ફ્યુઅલ સ્વીચ અચાનક ‘RUN’ થી ‘CUTOFF’ સ્થિતિમાં જતી રહી હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા.

જોકે, રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફ્યૂઅલ સ્વિચ કેવી રીતે બંધ થઈ ગઈ. AAIBના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કોકપિટ વોઇસ રેકોર્ડર પર એક પાઇલટ બીજા પાઇલટને પૂછી રહ્યો છે કે તેણે ફ્યૂઅલ સ્વિચ બંધ કેમ કરી? જેના જવાબમાં પાઈલટ કહે છે- મેં બંધ નથી કરી.
FIP એ સમગ્ર મામલે વાંધો ઉઠાવ્યો
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની શરૂઆતની તપાસ રિપોર્ટને લઈને પાઇલટના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ(FIP)એ આ મામલે વાંધો ઉઠાવ્યો છે. અને કહ્યું કે સંપૂર્ણ અને પારદર્શક તપાસ વિના પાઇલટ્સને દોષી ઠેરવવા ઉતાવળ અને બેજવાબદારીભર્યું છે.
-
બે વર્ષમાં ગુજરાતમાં વીજ ચોરીના કેસોમાં ઉછાળો: રૂ.1 હજાર કરોડ વસુલી બાકી, દોઢ લાખથી વધુ ગ્રાહકો સામે ગુના, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ
-
ગુજરાતમાં મેઘમહેર : 24 કલાકમાં 132 તાલુકામા વરસાદ, આગામી 7 દિવસ ભારે વરસાદ
-
જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું:સ્વાસ્થ કારણોસર પદ છોડ્યું, વિપક્ષે કહ્યું રાજીનામાનું કારણ કઇંક બીજું
-
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
-
અમદાવાદ નજીક ખાનગી દારૂની મહેફિલ, ₹1.61 લાખના મુદ્દામાલ સાથે 12ની ધરપકડ
-
આજથી સંસદનું ચોમાસું સત્ર ; આ મુદ્દા અંગે ચર્ચાની માગ પર લોકસભામાં વિપક્ષનો હોબાળો
-
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ: 19 વર્ષ બાદ તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
-
12 વર્ષની સગીરા સાથે છેડતી મામલે સૂરતના મહુવામાં તોફાની પરિસ્થિતિ: ટોળાએ દુકાનને લગાવી આગ, આરોપી વલસાડથી પકડાયો
-
રાજ્યમાં વરસાદનો વિરામ : અંબાલાલ પટેલે કહ્યું, હમણા વરસાદ કોઈ સંભાવના નહીં, આ તારીખ થી થશે વરસાદ…






