Air India Ahmedabad Crash :
12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનના બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક ચોકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો.

બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, ‘તમે ફ્યૂઅલ સ્વિચને ‘કટઓફ’ કેમ કરી?’ આ પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો હતો, તે ગભરાઈ ગયો હતો.. જ્યારે બીજી તરફ કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા.
ભારતે પાઇલટ્સની વાતચીત પણ જાહેર કરી હતી
5 દિવસ અગાઉ AAIB એ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે ફ્યુઅલ સ્વીચ અચાનક ‘RUN’ થી ‘CUTOFF’ સ્થિતિમાં જતી રહી હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા.

જોકે, રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફ્યૂઅલ સ્વિચ કેવી રીતે બંધ થઈ ગઈ. AAIBના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કોકપિટ વોઇસ રેકોર્ડર પર એક પાઇલટ બીજા પાઇલટને પૂછી રહ્યો છે કે તેણે ફ્યૂઅલ સ્વિચ બંધ કેમ કરી? જેના જવાબમાં પાઈલટ કહે છે- મેં બંધ નથી કરી.
FIP એ સમગ્ર મામલે વાંધો ઉઠાવ્યો
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની શરૂઆતની તપાસ રિપોર્ટને લઈને પાઇલટના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ(FIP)એ આ મામલે વાંધો ઉઠાવ્યો છે. અને કહ્યું કે સંપૂર્ણ અને પારદર્શક તપાસ વિના પાઇલટ્સને દોષી ઠેરવવા ઉતાવળ અને બેજવાબદારીભર્યું છે.
-
ભારતીય ક્રિકેટનું ઉજળું ભવિષ્ય : વૈભવ સૂર્યવંશીનું હવે બોલથી શાનદાર પ્રદર્શન, આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર
-
કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલને ત્યાં EDના દરોડા, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ઇડી મોકલી દીધી..’
-
જામકંડોરણાના પાદરીયા ગામે 3 બાળકો ડૂબ્યા : સવારે તળાવમાં ન્હવા ગયા હતા, તરવૈયાઓએ મૃતદેહોને બહાર કાઢ્યા
-
બેંગ્લુરૂ માં નાસભાગ કેસમાં સરકારનો રિપોર્ટ રજૂ :અનેક પ્રકારની ગંભીર બેદરકારી, કોહલીનું નામ પણ શામેલ
-
પ્લેનક્રેશમાં નવો ઘટસ્ફોટ : કેપ્ટન સુમિતસભરવાલે ફ્યૂઅલ સ્વિચ બંધ કરી દીધી હતી !, આ સંસ્થાએ કર્યો દાવો..
-
શું એનાબેલ ડૉલ ખરેખર શ્રાપિત છે ? ડૉલ સાથે જોડાયેલ પેરાનોર્મલ ઈનવેસ્ટીગેટરનાં મોતનું કારણ શું ?
-
જિંદગી અને મોત વચ્ચે નિમિષા, શું તેને જીવન જીવવા મળશે ?
-
ભારતનું સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ, જાણો કેવી રીતે અમદાવાદે બધાને પાછળ છોડ્યા..
-
અલસ્કામાં 7.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, હવે લાખો લોકોના માથે સુનામીનો ખતરો
-
આજ થી પાંચ દિવસ ભારે, ગાજવીજ સાથે વરસાદની આગહી






