Air India Ahmedabad Crash :
12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનના બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક ચોકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો.

બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, ‘તમે ફ્યૂઅલ સ્વિચને ‘કટઓફ’ કેમ કરી?’ આ પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો હતો, તે ગભરાઈ ગયો હતો.. જ્યારે બીજી તરફ કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા.
ભારતે પાઇલટ્સની વાતચીત પણ જાહેર કરી હતી
5 દિવસ અગાઉ AAIB એ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે ફ્યુઅલ સ્વીચ અચાનક ‘RUN’ થી ‘CUTOFF’ સ્થિતિમાં જતી રહી હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા.

જોકે, રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફ્યૂઅલ સ્વિચ કેવી રીતે બંધ થઈ ગઈ. AAIBના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કોકપિટ વોઇસ રેકોર્ડર પર એક પાઇલટ બીજા પાઇલટને પૂછી રહ્યો છે કે તેણે ફ્યૂઅલ સ્વિચ બંધ કેમ કરી? જેના જવાબમાં પાઈલટ કહે છે- મેં બંધ નથી કરી.
FIP એ સમગ્ર મામલે વાંધો ઉઠાવ્યો
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની શરૂઆતની તપાસ રિપોર્ટને લઈને પાઇલટના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ(FIP)એ આ મામલે વાંધો ઉઠાવ્યો છે. અને કહ્યું કે સંપૂર્ણ અને પારદર્શક તપાસ વિના પાઇલટ્સને દોષી ઠેરવવા ઉતાવળ અને બેજવાબદારીભર્યું છે.
-
આજે ક્યાં વરસાદ ભૂકા બોલાવશે.. જૂઓ હવામાન વિભાગ, અંબાલાલ પટેલની આગાહી
-
આવતીકાલે સૂર્યદેવનું ગોચર થશે, આ રાશિના જાતકોરહે સાવધાન…!
-
2023 બાદ પહેલીવાર જિનપિંગ સાથે જયશંકરની મુલાકાત, જાણો શું કહ્યું..
-
ત્રણવરસાદી સિસ્ટમસક્રિય : ત્રણજિલ્લામાંયલોએલર્ટ, ભારે વરસાદની આગાહી; 24 કલાકમાં 122 તાલુકામાંવરસાદ
-
ગુજરાતમાં વધુ એક બ્રિજ તૂટ્યો : માંગરોળમાંબ્રિજનો સ્લેબ ધરાશાયી,10 લોકો નદીમાં ખાબક્યા
-
ગુજરાતમાં હાઈવોલ્ટેજ ડ્રામા ! : મોરબીના ધારાસભ્ય કાંતિઅમૃતિયા વિધાનસભા પહોચ્યાં..
-
હવે ખાવા પર પણ સિગારેટની વોર્નિંગ લેબલ જોવા મળશે!, સરકારનો નવો પ્લાન તૈયાર
-
ગાઝામાં પાણી ભરતાં બાળકો પર ઈઝરાયલનો હવાઈ હુમલો, અનેકના મોત. ઈઝરાયલે આપી પ્રતિક્રિયાઓ
-
બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલના ડિવોર્સ : 7 વર્ષના લગ્નજીવનનો અંત
-
અમદાવાદમાં ખોફનાક દ્રશ્યો : બિલ્ડપ પર 6 રાઉન્ડ ફાયરિંગના, 3 શખ્સોએ ‘ફિલ્ડિંગ’ ગોઠવી ધડાધડ ફાયરિંગ થતાં જ નાસભાગ






