પ્લેનક્રેશમાં નવો ઘટસ્ફોટ : કેપ્ટન સુમિતસભરવાલે ફ્યૂઅલ સ્વિચ બંધ કરી દીધી હતી !, આ સંસ્થાએ કર્યો દાવો..

Air India Ahmedabad Crash :

12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનના બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક ચોકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો.

બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, ‘તમે ફ્યૂઅલ સ્વિચને ‘કટઓફ’ કેમ કરી?’ આ પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો હતો, તે ગભરાઈ ગયો હતો.. જ્યારે બીજી તરફ કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા.

ભારતે પાઇલટ્સની વાતચીત પણ જાહેર કરી હતી

5  દિવસ અગાઉ AAIB એ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે ફ્યુઅલ સ્વીચ અચાનક ‘RUN’ થી ‘CUTOFF’ સ્થિતિમાં જતી રહી હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા.

જોકે, રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફ્યૂઅલ સ્વિચ કેવી રીતે બંધ થઈ ગઈ. AAIBના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કોકપિટ વોઇસ રેકોર્ડર પર એક પાઇલટ બીજા પાઇલટને પૂછી રહ્યો છે કે તેણે ફ્યૂઅલ સ્વિચ બંધ કેમ કરી? જેના જવાબમાં પાઈલટ કહે છે- મેં બંધ નથી કરી.

FIP એ સમગ્ર મામલે વાંધો ઉઠાવ્યો

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની શરૂઆતની તપાસ રિપોર્ટને લઈને પાઇલટના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ(FIP)એ આ મામલે વાંધો ઉઠાવ્યો છે. અને કહ્યું કે સંપૂર્ણ અને પારદર્શક તપાસ વિના પાઇલટ્સને દોષી ઠેરવવા ઉતાવળ અને બેજવાબદારીભર્યું છે.

  • વિકાસની વરવી વાસ્તવિકતા :ઉદેપુરમાં વધુ એક વખત પ્રસૂતાને ઝોળીમાં ઉંચકીને લઈ જવાઈ:ગ્રામજનોએ કાદવ-કીચડ, કોતર અને ઝરણાં પાર કરીને 108 સુધી પહોંચાડી

  • છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ,બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ

  • હાલાકીના રસ્તા : અંકલેશ્વર NH-48 પર 3 કિમી લાંબો ટ્રાફિકજામ:બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને 3 કલાક સુધી રાહ જોવી પડી

Related Posts

ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સિટી પ્લસ સિનેમા સામે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતી GJ-18-EE-7887 નંબરની કારએ લગભગ ચાર લોકોને ઝપેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં…

Read more

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના : સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત 

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક ધરાશાયી થઇ ગઈ, જેના કારણે વર્ગમાં હાજર લગભગ 60 બાળકોમાંથી 25 બાળકો નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં ચાર બાળકોએ જીવ…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *