સુરત જિલ્લાના મહુવા તાલુકાના એક ગામમાં 12 વર્ષીય સગીરાનું શારીરિક શોષણ થવાની ઘટના સામે આવતાં સમગ્ર ગામ ભડકી ઉઠ્યું હતું. સગીરા સાથે થયેલી છેડતી બાદ ગામલોકો રોષે ભરાયા હતા. જેમાં દુકાને આગ લગાડી અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો.
📌 શું બન્યું હતું?
- શુક્રવારે સવારે સગીરા રડી રહી હતી અને શિક્ષિકાને સમગ્ર બનાવ જણાવતા ખળભળાટ મચી ગયો.
- ‘રાજ નોવેલ્ટી’ દુકાનના માલિક કિશન તારારામ ચૌધરી (મુળ: રાજસ્થાનના) પર શારીરિક અડપલાં મૂકવાનો આરોપ.
- સરપંચે સીસીટીવી જોઈને આરોપી સામે તટસ્થ પુરાવો પ્રાપ્ત કર્યો.
- પોલીસે આરોપી કિશનને કસ્ટડીમાં લીધો હતો. જોકે, સગીરાના પરિવારે શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરતાં પોલીસે કિશનને સાંજે છોડી મૂક્યો હતો.
- આ સમાચાર ગામમાં ફેલાતાં જ સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
🔥 વિરોધ અને આગચંપી :
- આશરે 2,000થી વધુ લોકો એ દુકાન પર પથ્થરમારો કર્યો.
- આરોપીની દુકાનમાં આગચંપી કરી
- ઘટનાને પગલે અનાવલ સ્ટેટ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિકજામ
- ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો, જેમાં પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા
આરોપી વલસાડથી ઝડપાયો

- છેડતી કરનાર આરોપી કિશન તારારામ ચૌધરી મોડી સાંજે ગામ છોડીને ભાગી ગયો હતો.
- મહુવા પોલીસે તાત્કાલિક આ ઘટનાને ગંભીરતાથી લઈ યુવકની શોધખોળ હાથ ધરી હતી.
- પોલીસે રાત્રિના જ યુવકને વલસાડ નજીકથી ઝડપી લીધો છે.
- પૂછતાછ દરમિયાન યુવકે સગીરાની છેડતી કરી હોવાની વાત કબૂલ કરી હતી.
- હાલ તેની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે.






