રાજ્યમાં ચોમાસાના આગમનના એક મહીના બાદ હવે વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે, તેમના કહેવા પ્રમાણે, રાજયમાં હાલમાં વરસાદે વિરામ લીધો છે અને રાજયમાં હાલમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી, જોકે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહેશે, બંગાળના સાગરમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે જેના કારણે છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે, વાવાઝોડાની હાલમાં કોઈ શકયતા દેખાઈ રહી નથી, 23 જુલાઈ બાદ રાજયમાં વરસાદ ભારે પડી શકે છે, અને 28 જૂલાઇ આસપાસ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે, પંચમહાલ, વડોદરા, સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે તેવી સંભાવના સેવાઈ રહી છે, અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તો સાનુકૂળ સંજોગોમાં અતિભારે વરસાદ પડી શકે છે, મહેસાણા, પાટણ, કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.
જુલાઈ મહિનામાં 4 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે
તો બીજી તરફ જૂલાઇ મહિનાના અંત ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજયમાં જુલાઈ મહિનામાં 4 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, સૌરાષ્ટ્રમાં 30-31 જુલાઇ આસ પાસ ભારે વરસાદ પડી શકે છે.કેટલાક ભાગમાં 8-10 ઈંચ જેટલો વરસાદ પડશે અને નાના તળાવોના પાળા તૂટી જાય તેવી સંભાવના રહેલી છે, 18 જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે. દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે.










