હવે ખાવા પર પણ સિગારેટની વોર્નિંગ લેબલ જોવા મળશે!, સરકારનો નવો પ્લાન તૈયાર

તમે સિગારેટના અને તમાકુના પેકેટ પર વોર્નિગ લેબલ તો જોયા જ હશે, પણ શું તમે જાણો છો ટૂંક સમયમાં તમારા મનપસંદ સમોસા, જલેબી અને ચા બિસ્કિટના પેકેટ પર પણ સિગારેટના પેકેટની જેમ વોર્નિંગ લેબલ જોવા મળી શકે છે. જંક ફૂડને લઈને મહારાષ્ટ્ર સરકાર મોટા પગલાં લેવાની તૈયારીમાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે AIIMS નાગપુર જેવી તમામ કેન્દ્રીય સંસ્થાઓને ‘ઓઈલ એન્ડ સુગર બોર્ડ’ લગાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે સમોસા અને જલેબીના પેકિંગ પર વોર્નિંગ લેબલ પણ ચોંટાડવામાં આવી શકે છે. આ લેબલ પેકેટ જોતા જ ધ્યાનમાં આવે એવા કલરનું હશે અને તેમાં દરરોજ ખાવામાં આવતા નાસ્તામાં કેટલી ફેટ અને સુગર છે તેની માહિતી હશે.

AIIMS નાગપુરના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમને ઓર્ડર મળ્યો છે અને કેન્ટીન અને જાહેર સ્થળોએ આ બોર્ડ લગાવવાની તૈયારી ચાલુ કરી દેવાઈ છે. કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાની નાગપુર શાખાના પ્રમુખના ડૉક્ટરએ જણાવ્યું હતું કે, ‘આ ખાદ્ય પદાર્થોના લેબલિંગની શરૂઆત છે, જે સિગારેટ પરની ચેતવણીઓ જેટલી જ મહત્ત્વપૂર્ણ હશે.

ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્થૂળતાનું કેન્દ્ર બનવા તરફ

કેટલાક ભયાનક આંકડા સામે આવ્યા છે. તેમાં જણાવાયું છે કે 2050 સુધીમાં, 44.9 કરોડથી વધુ ભારતીયો કાં તો વધુ વજનવાળા અથવા મેદસ્વી હશે. આનાથી ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્થૂળતા ધરાવતા લોકોનું કેન્દ્ર બનશે. શહેરોમાં પહેલાથી જ દર પાંચ પુખ્ત વયના લોકોમાંથી એક વ્યક્તિ વધુ વજન ધરાવતો હોય છે. બાળકોમાં સ્થૂળતાની વધતી જતી સમસ્યા પણ ચિંતાનો વિષય છે, જેનું કારણ ખરાબ ખાવાની આદતો અને બેઠાડુ જીવનશૈલી છે.

આ ખોરાક પર પ્રતિબંધ મૂકવાની વાત નથી. પરંતુ જો લોકોને ખબર પડે કે ગુલાબજાંબુમાં 5 ચમચી ખાંડ હોઈ શકે છે, તો તેઓ ફરીથી તે ખાતા પહેલા કદાચ બે વાર વિચાર કરશે. 

Related Posts

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના : સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત 

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક ધરાશાયી થઇ ગઈ, જેના કારણે વર્ગમાં હાજર લગભગ 60 બાળકોમાંથી 25 બાળકો નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં ચાર બાળકોએ જીવ…

Read more

રિલાયન્સ ગ્રૂપનાં અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળોએ ઈડીના દરોડા: યસ બેન્ક લોન ફ્રોડ કેસ

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) દ્વારા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપથી સંકળાયેલી 50 કંપનીઓ અને 35 સ્થળોએ બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી યસ બેન્ક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની છેક સુધી…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *