રાત્રે પિતા સુમસાન જગ્યા પર પુત્રીને લઈ આવ્યા, પછી…

મુંબઈના સસૂન ડૉક પાસે મંગળવારે (15 જુલાઈ) સવારે દરિયામાંથી એક ચાર વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તેના સાવકા પિતા ઈમરાન શેખે જ ગુસ્સામાં તેમની હત્યા કરી મૃતદેહને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હતો.

સોમવારે રાત્રે, ઈમરાન તેની પુત્રીને બાઇક પર લઈને મુંબઈ આવી ગયો હતો. ત્યાં એક સુમસાન જગ્યા પર પોતાની દીકરીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી અને બાદમાં મૃતદેહને સમુદ્રમાં ફેંકી દીધો હતો.

મંગળવારે (15 જુલાઈ) સવારે આશરે 8:30 વાગ્યે, એક માછીમાર ગોપી ધનિને સસૂન ડૉક પાસે પાણીમાં એક બાળકીનો મૃતદેહ તરતા જોવા મળ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ કોલાબા પોલીસને સૂચના આપી હતી. બાળકીને સેન્ટ જૉર્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને જે. જે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સોમવારે રાત્રે જ એંટૉપ હિલ પોલીસ સ્ટેશનમાં બાળકીના ગાયબ થવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે ખુદ ઈમરાન અને તેની પત્ની નઝિયા શેખે દાખલ કરાવી હતી. તેમણે કહ્યું હતું કે, અમારી દીકરી રમવા માટે બહાર ગઈ હતી અને પછી પરત નથી ફરી. પરંતુ, જ્યારે પોલીસે મૃતદેહની જાણકારી તમામ પોલીસ સ્ટેશનમાં આપી અને નાઝિયાનો મૃતદેહ બતાવ્યો, તો તેમણે પુષ્ટિ કરી કે, આ તેમની દીકરી અમાયરા છે. ત્યારબાદ પોલીસને ઈમરાન પર શંકા થઈ કારણ કે, મૃતદેહ મળ્યા બાદ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો અને ફરાર થઈ ગયો. હાલ પોલીસે ઈમરાનની અટકાયત કરી અને પોલીસે હત્યાનો કેસ દાખલ કર્યો છે.

તપાસમાં બહાર આવ્યું કે ઈમરાન શેખ પોતાની સાવકી દીકરીના મોબાઈલ પર ગેમ રમવાની આદતથી ખૂબ પરેશાન હતો. અમાયરા મોડી રાત્રે 3 વાગ્યા સુધી મોબાઈલ માંગતી હતી.

પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘ઈમરાને જ શરૂઆતમાં બાળકી ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ જ્યારે મૃતદેહ મળી આવ્યો ત્યારે તે તરત જ ભાગી ગયો. જેના પરથી પોલીસને શંકા ગઈ હતી. હવે આ કેસમાં હવે હત્યાની પુષ્ટિ થઈ ગઈ છે.’

Related Posts

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના : સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત 

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક ધરાશાયી થઇ ગઈ, જેના કારણે વર્ગમાં હાજર લગભગ 60 બાળકોમાંથી 25 બાળકો નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં ચાર બાળકોએ જીવ…

Read more

રિલાયન્સ ગ્રૂપનાં અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળોએ ઈડીના દરોડા: યસ બેન્ક લોન ફ્રોડ કેસ

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) દ્વારા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપથી સંકળાયેલી 50 કંપનીઓ અને 35 સ્થળોએ બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી યસ બેન્ક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની છેક સુધી…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *