NATOના મહાસચિવ માર્ક રુટે કહ્યું કે ભારત, ચીન અને બ્રાઝિલે યુક્રેન પર શાંતિ વાટાઘાટો માટે પુતિન પર દબાણ કરવું જોઈએ. રુટે કહ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ હોય કે ભારતના વડાપ્રધાન કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ, તમારે સમજવું પડશે કે રશિયા સાથે વેપાર ચાલુ રાખવાથી ભારે નુકસાન થઈ શકે છે. હું આ ત્રણેય દેશના નેતાઓને અપીલ કરું છું કે તેઓ પુતિન સાથે ફોન પર વાત કરે અને તેમને શાંતિ વાટાઘાટો માટે કહે. રુટેએ ત્રણેય દેશો પર સેકન્ડરી પ્રતિબંધો લાદવાની ધમકી પણ આપી છે.
તેમણે કહ્યું હતું કે જો આ દેશો રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખશે તો આ દેશો પર 100% સેકન્ડરી પ્રતિબંધો લાદવામાં આવશે.
રશિયાના નાયબ વિદેશમંત્રી સેર્ગેઈ રિયાબકોવે અમેરિકા અને નાટોની ધમકીઓને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે રશિયા ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ આવા અલ્ટિમેટમ સ્વીકાર્ય નથી. રશિયા કહે છે કે આર્થિક દબાણ છતાં તે તેની નીતિઓ બદલશે નહીં અને વૈકલ્પિક બિઝનેસ રૂટ શોધશે.
રશિયાએ કહ્યું – આવા અલ્ટીમેટમ સ્વીકાર્ય નથી
રશિયાના નાયબ વિદેશ મંત્રી સેર્ગેઈ રિયાબકોવે અમેરિકા અને નાટોની ધમકીઓને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, રશિયા ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ આવા અલ્ટીમેટમ સ્વીકાર્ય નથી.રશિયા કહે છે કે આર્થિક દબાણ છતાં તે તેની નીતિઓ બદલશે નહીં અને વૈકલ્પિક બિઝનેસ રુટ શોધશે.
બીજી તરફ ટ્રમ્પે સોમવારે રશિયા પર યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા માટે દબાણ કરવા માટે ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે હું ઘણી બાબતો માટે વેપારનો ઉપયોગ કરું છું, પરંતુ એ યુદ્ધ બંધ કરવા માટે ખૂબ જ સારું છે.
ભારત પર થતી અસર
સેકન્ડરી પ્રતિબંધની ભારત પર થતી અસરની વાત કરીએ તો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલનો મોટો ખરીદદાર છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી ભારતે રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદીને એની ઊર્જા જરૂરિયાતો પૂરી કરી છે. જો સેકન્ડરી પ્રતિબંધો લાદવામાં આવે તો એની ભારત પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
ઇંધણના ભાવ વધી શકે
જો ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરે છે તો ઇંધણના ભાવ વધી શકે છે, જેની અસર સામાન્ય જનતા પર પડશે. જો ભારત રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખે છે તો અમેરિકા ભારતીય કંપનીઓ અથવા બેંકો પર પ્રતિબંધો લાદી શકે છે, જેનાથી ભારતની નિકાસ અને નાણાકીય વ્યવહારો પર અસર પડશે.
ઊર્જા સુરક્ષા જોખમમાં મુકાય
જો રશિયાથી ઓઈલની આયાત બંધ થાય તો ભારતની ઊર્જા સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. વૈશ્વિક ઓઈલ બજાર પહેલેથી જ અસ્થિર છે અને નવા પ્રતિબંધો પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. ઓઈલની અછત ટાળવા માટે ભારતને ઈમર્જન્સીની યોજનાઓ બનાવવી પડી શકે છે.
ભારત પર દબાણ વધે ભારત પર 100% ટેરિફ લગાવવાની
ભારતને અમેરિકા અને નાટો તરફથી દબાણનો સામનો કરવો પડી શકે છે, જે તેની વિદેશનીતિને અસર કરશે. ભારતને રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે બેલેન્સ જાળવવામાં મુશ્કેલી પડી શકે છે.







