શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના ચીનના તિયાનજિનમાં યોજાઇ હતી જેમા વિદેશ મંત્રીઓની બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ભાગ લીધો હતો. દરમિયાન તેમણે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સભ્ય દેશોએ સંગઠનના મૂળભૂત ઉદ્દેશ્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવું જોઈએ અને આતંકવાદ સામે કડક વલણ અપનાવવું જોઈએ. ગલવાન ખીણમાં થયેલી અથડામણ જે જૂન 2020માં થઇ હતી એ પછીની જયશંકરની આ ચીનની પહેલી મુલાકાત છે.
તો ચીનમાં SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં જયશંકરે કહ્યું હતું કે, ‘SCO ની સ્થાપના આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ એમ ત્રણ દુષ્ટતાઓ સામે લડવા માટે કરવામાં આવી હતી, પરંતુ ઘણીવાર આ ત્રણેય એકસાથે દેખાય છે. ભારતમાં 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ આનો બીજો પુરાવો આપ્યો છે. આ હુમલો પ્રવાસીઓ અને સ્થાનિક બેરોજગાર યુવાનોની આજીવિકા બંને પર સીધો હુમલો હતો, જેનો હેતુ કાશ્મીરની સહિયારી સંસ્કૃતિને તોડવાનો હતો. આ હુમલામાં 26 નિર્દોષ લોકો નિર્દયતાથી માર્યા ગયા હતા.
ભારતીય વિદેશ મંત્રીની આ કડક ટિપ્પણી તેમના પાકિસ્તાની સમકક્ષના દિવસની શરૂઆતમાં આપેલા નિવેદન પછી આવી છે, જેમાં તેમણે ચીન સાથે ‘ભાઈચારાના’ સંબંધો પર ભાર મૂક્યો હતો. જોકે જયશંકરે પાકિસ્તાનનું નામ લીધું ન હતું, પરંતુ તેમણે કહ્યું હતું કે પહેલગામ હુમલો ‘જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન અર્થતંત્રને નબળી પાડવા અને ધાર્મિક વિભાજન બનાવવા માટે જાણી જોઈને કરવામાં આવ્યો હતો.’ જયશંકરની X પોસ્ટમાં લખ્યું હતું કે, ‘SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં, તેમણે પ્રકાશિત કર્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામ હુમલાની ‘સખત નિંદા’ કરતું નિવેદન બહાર પાડ્યું હતું.







