ભારતીય ક્રિકેટનું ઉજળું ભવિષ્ય : વૈભવ સૂર્યવંશીનું હવે બોલથી શાનદાર પ્રદર્શન, આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર

Vaibhav Suryavanshi  : વૈભવ સૂર્યવંશીએ જ્યારથી IPLમાં એન્ટ્રી કરી છે, ત્યારથી તે દરેક મેચમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કરી રહ્યો છે. દરમિયાન તે ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે, જ્યાં તેણે ODI સીરિઝમાં સૌથી વધુ રન બનાવીને ઘણાં રેકોર્ડ બનાવ્યા છે. વધુમાં આ વખતે  વૈભવે બેટિંગની સાથે બોલિંગથી પણ ઈતિહાસ રચ્યો છે.

ઈંગ્લેન્ડ સામેની પહેલી યુથ ટેસ્ટમાં 2 વિકેટ પણ લીધી

વૈભવ સૂર્યવંશી શાનદાર બોલિંગ પણ કરી શકે છે. વૈભવે ઈંગ્લેન્ડ સામેની પહેલી યુથ ટેસ્ટમાં 2 વિકેટ પણ લીધી હતી. આમ યુથ ટેસ્ટમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી અડધી સદી ફટકારનાર અને 2 વિકેટ લેનાર વિશ્વનો પહેલા ખેલાડી બની ગયો છે.

અગાઉ આ સિદ્ધિ મેળવનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બાંગ્લાદેશનો હતો. બાંગ્લાદેશના મેહદી હસન મિરાઝએ 15 વર્ષ હતો. મેહદી મિરાઝ બે વાર આ સિદ્ધિ મેળવનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ હતો. ભારત તરફથી આ રેકોર્ડ સુરેશ રૈનાના નામે હતો.

નઝમુલ હુસૈન શાંતોનો રેકોર્ડ તુટ્યો

ઓસ્ટ્રેલિયા સામેની સદી બાદ યુવા ટેસ્ટ ક્રિકેટમાં સૂર્યવંશીનો આ બીજો 50 પ્લસ સ્કોર હતો. તે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અંડર-19 ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં એકથી વધુ અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ બાંગ્લાદેશના નઝમુલ હુસૈન શાંતોના નામે હતો. તેમણે 14 વર્ષ અને 324 દિવસની ઉંમરે બે 50 પ્લસ સ્કોર બનાવ્યા હતા.

Related Posts

બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલના ડિવોર્સ : 7 વર્ષના લગ્નજીવનનો અંત

ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે તેના પતિ પારુપલ્લી કશ્યપથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં  દ્વારા આ માહિતી આપી હતી. તેણે લખ્યું, ‘ઘણા વિચાર કર્યા પછી, કશ્યપ…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *